Gujarati Lekhak / Gujarati Sahityakar Shri Harilal Upadhyay
A Few Words | Historical Novels | Social Novels | Short Story Collections | Biographies | Kids Stuff | Mahabharat Katha | Last Words | Achievements | Feedback
Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author of all the time A quote by Late Shri Harilal Upadhyay The Book collection A list of Gujarati Novels by Late Shri Harilal Upadhyay Gujarati Books and Gujarati Sahitya
http://www.harilalupadhyay.org/
A few words about Late Shri Harilal Upadhyay A Few Words  
A Few Words About Late Shri Harilal Upadhyay
Gujarati Historical Novels by Late Shri Harilal Upadhyay Historical Novels  
Gujarati Historical Novels or Historical Novels in Gujarati by Harilal Upadhyay - The Great Gujarati Author
Gujarati Social Novels by Late Shri Harilal Upadhyay Social Novels  
Gujarati Author Late Shri Harilal Upadhyay's Social Novels or Social Novels in Gujarati
Short Story collections in Gujarati Language by Late Shri Harilal Upadhyay Short Story Collections  
Gujarati Lekhak - Harilal Upadhyay
Short Story collections in Gujarati Language by Late Shri Harilal Upadhyay Biographies  
Biogrphies in Gujarati by Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author
Kids Special Gujarati Literature by Late Shri Harilal Upadhyay Kids Stuff  
Children Literature in Gujarati By Great Gujarati Author - Late Shri Harilal Upadhyay
Mahabharat katha in Gujarati by the Great Gujarati Author Late Shri Harilal Upadhyay Mahabharat Katha  
Mahabharat Katha in Gujarati By Gujarati Author Late Shri Harilal Upadhyay
YogManjari - Mini AutoBiography of The Great Gujarati Author Late Shri Harilal Upadhyay YogManjari  
Mahabharat Katha in Gujarati By Gujarati Author Late Shri Harilal Upadhyay
The Last Words of  Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author The Last Words  
Gujarati Sahityakar (Gujarati Sahityakaar) Late Shri Harilal Upadhyay's Last Words
Some of the achievements of Late Shri Harilal Upadhyay Achievements  
In The Loving Memories of Late Shri Harilal Upadhyay
Some of the achievements of Late Shri Harilal Upadhyay Harilal Upadhyay
Silver Medal
 
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Media Coverage | Late Shri Harilal Upadhyay In Media...  
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Research Essay  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 2  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 3  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 4  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 5  
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Feedback for http://www.harilalupadhyay.org/ - Online Tribute To Late Shri Harilal Upadhyay Feedback  
Feedback for the Online Tribute To The Great Gujarati Author - Harilal Upadhyay
Sitemap for http://www.harilalupadhyay.org/ - Online Tribute To The Great Gujarati Author Late Shri Harilal Upadhyay Sitemap  
SiteMap for Online Tribute Site To The Gujarati Writer Harilal Upadhyay
A banner containing snapshots of Some of the Gujarati Novels written by The Great Gujarati Author Late Shri Harilal Upadhyay

A few words about The Great Gujarati Author Late Shri Harilal Upadhyay યોગમંજરી :: લેખાંક : ૧૦


લેખાંક : ૧૦ : (જેમાં લેખક દેવીપુત્રોની દુનિયામાં ખોવાઇ જાય છે, અને પછી?)
બાપુની મિત્રતાનો અદભૂત વૈભવ પામી હરિ પોતાની જીવનકઠણાઇઓ ભૂલી પુરબહારમાં ખીલ્યો. વાતો કહે ઓછી, અને થયાં કરતી વાતોમાં સહજપણે વહેતું વાર્તાતત્વ પકડી લે વધુ પ્રમાણમાં.
દાયરામાં કવિ જીવણભાઇ રોહડિયા દેખાયા. કૃષ્ણદાન અને રવાભાઇના ભાઈ, દેવીપુત્રે ધર્મગુરૂને મળતાં જ કહી દીધું: ' અમારા એકલાના હતા - હવે બધાના સ્વજન બન્યા. અમારાં ફઇબા-દેવબા-એ તમારી નવી નાતાદારી - જૂની નાતાદારી નવેસરથી બંધાએલા દોર વિશે જાણી બહુ રાજીપો જણાવ્યો.'
પુસ્તક ભરાય એટલી વાતો જેના વિશે સાંભળી હતી એવાં દેવબા બાળવિધવા દેવીપુત્રી જ નહિ - સાક્ષાત જોગમાયા, પુરૂષજાતનો સ્પર્શ થતાં જ ઉપવાસ કરવાનાં નિયમ રાખનાર સરસ્વતી જેવાં વાણીકુશળ હતાં.
એના ત્રણે ભત્રીજાઓ - સરસ્વતીના કૃપાપાત્ર કવિઓ. રવાભાઇ મિતભાષી, કૃષ્ણદાન રસમૂર્તિ અને જીવણભાઇ 'બાપો બાપો' દાયરાને હાસ્યના હોજમાં ડૂબકાં ખવરાવે, છતાં એનું મોં જરાય મલકે નહિ.
જીવણભાઇની વાણી આત્મનિવેદન કરતાં કહે: 'બોલવાની શરૂઆતમાં કુશળ છું અને એકવાર વહેતી થયેલી જીભ વિસામો ખાતાં શીખી જ નથી' વેતરણ આડેધડ, છત્રપતિની કચેરી હોય કે આવા દાયરા, જીવણ બોલી જાણે, એને બોલતો અટકાવવા લશ્કર બોલાવવાનું મન થાય.
રવાભાઇ કહે: 'જીવણને બોલાવો માં, એ વેતરવા માંડશે પછી લાંબુ - ટૂંકું નહિ જુએ. પોતાનો લાભાલાભ જોયા વગર એ બેધડક બોલી નાખશે.'
જીવણભાઇની હાજરી એટલે હાસ્યનો હિલોળ. તેમાં પણ 'દાયરાનાં ડહાપણ' તરિકે સર્વમાન્ય જીભાબાપુ હોય એટલે જીવણભાઇ સોળકળાએ ખીલે. આમ તો એક રાશિ, છતાં જીવણભાઇ અને જીભાબાપુને ખડાંખાષ્ટાં, જીભાબાપુ ચમકાવી કહે: ' ગાદી હાથ આવે એટલી વાર છે. પછીતો જીભનો રંધો ફેરવી મોંએ ચડનારને છોલી નાખવાનો ધંધો લઇને બેઠેલાને જેલની તોતીંગ દિવાલો હેઠળ ભીંસી ન મારું તો જોજો.'
'એ દાજી', સામેથી જીવણભાઇ ફેંકે: 'અટાણે જ દેખાય છે. ખાટી ગંધવાળાં ગોદડાં, એમાંથી નીપજાવો ગાદી, એવું સોણલું આવે તે પહેલાં જેલની તોતીંગ દિવાલું ચણાવી લ્યો અને પછી ઇ જ સોણલાંના દૂરબીનમાંથી જોયા કરજો બીજાને જેલમાં ભીંસાઇ મરતા.'
'સત્તા સામે શાણપણ કામ નૈં આવે ગઢવા. ભૂલી ગ્યા? પીપળગઢની રાજકચેરીમાં વાઇડાઇ કરવા જતાં સિપાઇઓને હાથે ઢરડાવું પડ્યું'તું એ?'
દાયરામાં રોનક ફેલાય. બે ત્રણ અવાજ એકીસાથે સંભળાય- 'જીવણભાઇ જેવાને સિપાઇનો હાથ અડકે તો થઇ રહ્યુંને?'
'બનેલી વિગત પૂછી જુઓ જીવણભાઇને.' પીપળગઢનો પ્રસંગ નીકળે અને જીવણભાઇને સાંભળનાર હસી હસી બેવડ થઇ જાય. જીભાબાપુનું નામ ઉચ્ચારો એટલે જીવણભાઇ પાસે કોઇ ને કોઇક પ્રસંગની વાત હોય જ. વાત વચ્ચે આવતાં કાવ્ય, કહેવત, કટાક્ષ અને આલોચનાની રજુઆત સાંભળનારને મંત્રમુગ્ધ કરી દે.
શિવભાઇ અને દાજીએ દાયરાની સજાવટ કરી જાણી હતી. સમય ખૂટાડવાનાં હિલોળેલ આયોજન જાગીરદાર બાપુઓની કમાલ હતી. બાપુની બેઠકે જેવા સુવાણી સજ્જન બેસનાર એવા જ મહત્તાશીલ મહેમાન. જેમાં રાજવંશી કવિ, લેખક, શેઠ-શાહુકાર, માથાભારે અલગારીઓ, જોરજાદા જુવાનો, ગુનાખોર અને ફરિયાદીઓ, સંકટના સર્જકો અને સંકટમુક્તિ માટે સહાય માગનારાઓ. અગમ-નિગમના ભેદભરમ જાણનાર, જાદુગર, જોષી અને શુકનશાસ્ત્રીઓ, ઓસડવેસડ જાણનાર, પાણીકળા, મદારી ને મંત્રશાસ્ત્રી, સંસારજીવન સાથે સંકળાએલાં બધાં આશ્ચર્યો ત્યાં દેખા દઇ જાય.
એ દાયરેથી સંચેલાં જ્ઞાનસ્મરણ વિશે આડવાત કહું તો એ મંડળના આનંદ ભાગીદાર એકમાત્ર આજે જીભાબાપુ પથારીવશ હાલતમાં વિદ્યમાન છે. એકાદ વરસ પહેલાં આ લખનાર ચાહીને મળવા ગયો. જોતાં જ હરખઘેલા જીભાબાપુએ બાથમાં પકડી લેતાં કહ્યું: 'સફર સમાપ્તિની વેળાએ મારો વિસામો આવ્યો. વિધાતાએ ઘાતકી થઇ લેખ લખેલો કે ન જોવાનું જોવું પડશે - ન સહેવાય એવું મૂંગે મોંએ સહી લેવું જોશે. રૂદિયાના વલોપાતનાં ઓસડ જેવા ભલે આવ્યા ધર્મગુરૂ...'
'ધર્મગુરૂ' સંબોધન સાડાચાર દાયકા પછી સાંભળ્યું અને વચ્ચેનો ભૂતકાળ ભૂલી શિવભાઇની બેઠક હ્રદયચક્ષુ જોઇ રહ્યાં.
ફરીથી પાંચ દાયકા - અડધી સદી પહેલાંના જીવનજંગી ભડવીર પાત્રો યાદ કરાયાં, મરી નથી ગયાં એ અમારા હૈયાંમં છૂપાઇ ગયાંની બાતમી ઊખેળતી વાતો રાતભર ચાલી.
શિવભાઇ બાપુ, દાજી, કવિ, કઠણકઠોર ધાડપાડુ અને છેલ્લે જીવનજ્યોત જેવાં દેવબા...'
'હા, મૂળ વાત ઉપર દેવબા એંશીની વયે પગે ચાલી અમારે ગામ એકલાં આવ્યાં, ચારણી જોગમાયા પગપાળી આવે ને ગામના રોગ -દોષ ટળે. 'અહોહો! મારા સહોદર જેવા ભવાનીશંકર, એથી નાના જાદવનો દીકરો આ હરિ.'
'ફઇબાને પગે લાગો હરિ. જુઓ, આપણાં આ ફઇબા સર્વ સમર્થ રખેવાળ.' પિતાએ કહ્યું. હરિ દેવબાના ચરણમાં ઝુક્યો. 'ના મારા બાપ, તું બ્રાહ્મણનો દીકરો. એની નમણ્યું -નમન-ના ભાર તો વિષ્ણુ જેવા દેવને ય ભારે લેખાય' - બોલીને ફઇબાએ સાડીનો છેડો પસારી હરિને મીઠડાં લીધાં.
દેવબા પધાર્યાનું જાણી દરબાર ગઢના - જાગીરદાર બાઇઓ- મળવા આવ્યાં. જેની જીભે અમૃતવાણી વહે એવાં ફઇબા સહુના કુશળ પૂછે, આશિષ આપે. દિનભર ઘરનું વાતવરણ ધમધમતું રહ્યું.
રાત્રે ખુલ્લા ફળિયામં ફઇબા સાથે વાતોની રંગત જામી. હવે જુવાન થઇ રહેલો હરિ પરણ્યો અને 'દેશદીયા' સમા બાપુની ડેલીનો માનીતો બન્યો. એ જ એની ચતુરાઇનું પારખું. મારો રોયો અમારો કસુ - કૃષ્ણદાન- પણ નખેદ, એની વાણીમાં ચમત્કૃતિ, પણ રોયાનાં લખણ નઠારાં, ઇ કજિયાળો વીફરે તો ઝમેર કરી બેસે. રવો એને વારે. રવાની શરમ રાખે આને જીવણો મોં છૂટો..!'
ભત્રીજાનો આ પરિચય આપ્યાં પછી 'આત્મનિવેદન' કરનાર ફઇબાનું તેજોમય વ્યક્તિત્વ ઓર ખીલ્યું. જેઓ સાત વર્ષની વયે પરણેલાં અને તુરતમાં વિધવા થયેલાં એ વાતની રજૂઆત આવી:
'મારા રોયાં માવતરને પૂન્ય પામવાં'તા એટલે સાત વરસની દેવલીને પરણાવી દસ વરસના ચારણને ગાડે બેસાડી. નખોદિયો ચારણ ગાડેથી ઊતરી મસાણને મારગે ભાગી છૂટ્યો. ભૂંડા, મને ય ભેળી લઇ જા ને? પણ સાથે ન લઇ ગયો અને કહેતો ગયો - 'મારી સાથે ગાડે બેસવાના ગુના બદલ આખો ભવ તપસ્યા કરી જીવતર જલાવ્યા કરજે. ભલે, ચારણની દીકરી કેવી હોય તે તું આભની અટારિયેથી જોયાં કરજે રોયા. ઇશરદાન જેવા અવતારી ચારણની દીકરી છું હોં...'
'ધન્ય ધન્ય ભારતનાં તપોપુત નારીજીવનની ભવ્યતાને.'
'અને હા, એક રાજકુંવરી - નામ નહીં આપું. રૂપરૂપનો અંબાર, જેનાં તેજ તલવારની ધાર જેવાં - તેર વરસની વયે પરણીને 'વર અને રાજા' ના મહેલમાં ગઇ. રાજાની સાવકી માએ ઝેર દઇ ઇ મીંઢળબંધાનો પ્રાણ લીધો, એની હારે ચાર ફેરા ફરેલી મિંઢળબંધી નવોઢા -આશાભરી- એ પ્રીતવછોઇ સારસીની જેમ, ચીસો પાડતી વિધવા થઇ. તમારા દાજીએ નજરે જોયેલું. દેખ્યું ન ગયું એટલે એણે અફીણ ઘોળ્યું. રોયો દાજી મૂવો નઇં, અને અફીણનો હરેડ બંધાણી થયો. ગામની માલિકી ગોરી સરકારે તેર વરસની વિધવાને સોંપી, પણ ઇ તો પતિવિયોગે ગાંડી થઇ ગઇ હતી. જેમ તેમ કરી એને પિયર લવાઇ, પણ આ ગાંડીનું થાય શું? કાં માથાં પછાડે - કાં રાતવરત ભાગંભાગ કરે. રાજવંશી પિયરવાળાં મુંઝાયાં. દીકરીના ગાંડાં વિલાપે ગામમાં સોગનો સોપો પાડી દીધો.
'એમ કરો, દેવબાને બોલાવો.' કો'ક અપચળાએ સલાહ દીધી. મને રથ તેડવા આવ્યો. જઇને મેં જોયું એ કાળજું વલોવી નાખતું દ્રશ્ય. તેર વરસની એ રાખપ્રતિમા પાગલ પોકાર પાડે: 'મને મરી જવા દ્યો.'
'નખોદ જાય પુરૂષજાતનું' બોલીને મેં કહ્યું: 'બા તમે તો તેર વરસના સમજુ. હું હતી સાત વરસની અને મારી સાથે લગનમાંડવે ચાર ફેરા ફરવાની છળબાજી ખેલનાર પુરૂષ-છોકરો મને મૂકી મરી ગયો. મર્ય તું મારા ઓલા ભવના વેરી. હું તારી ગાંજી નહીં જાઉં ને માનીશ કે સંસારબંધનમાંથી છૂટી ગઇ. હવે નહીં મરે મારો દીકરો, કે નહીં રાંડે મારી જુવાન દીકરી. એ ય જીવતર તારનાર હરિભજનનો જોગ લઇ ભવનાં બંધન તોડી નાખીશ. આખરે સાચી કમાઇ તો મોતના ફાંસલામાંથી મોક્ષ જ છે ને?' દેવબાની સત્ય સભર રસવાણી રેલાતી સાંભળી હરિ મંત્રમુગ્ધ બન્યો. વાતનું સમાપન કરતાં દેવબા બોલ્યાં : 'મારી વાત વિધવા રાજકુમારીને કાલજે ચોંટી. એણે ડાહી થઇ મને વર્ષો સુધી પોતાની પાસે રાખી. એ દરમિયાન મેં ભવાનીશંકરને વારંવાર હરિકથા માટે ત્યાં બોલાવેલો. ભવાનીશંકર એક હીરો ગ્યો અને ભગવાને એ જ ઘરને 'હરિ' જેવો દીકરો દીધો.
 
 

This site is dedicated as Online Tribute To The Greate Gujarati Author - Late Shri Harilal Upadhyay .

 
Glimpses of Late Shri Harilal Upadhyay's journey in his own words,
"YOG MANJARI (યોગ મંજરી)".
This semi-biographical, inspirational tale was published as a series of 28 chapters in "Kismat magazine" during 1985-1986.
Valid XHTML 1.0 Transitional Valid CSS! Research Essay | Chapter 2 | Chapter 3 | Chapter 4 | Chapter 5
A Few Words | Historical Novels | Social Novels | Short Story Collections | Biographies | Kids Stuff | Mahabharat Katha | Last Words | Achievements  
Media | In Memories... | Disclaimer | Feedback | Sitemap
© Jiten Upadhyay , Webmaster E-mail: jiten [at] harilalupadhyay.org